વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક લી.

 • 02632-241424,
  02632-248725
 • info@vdcbank.in
 • વલસાડ ડિસ્ટ્રિક્ટ સેન્ટ્રલ કો-ઓપરેટિવ બેંક આપનું સ્વાગત કરે છે.   મોબાઈલ બેન્કિંગ - અહીં ક્લિક કરો

ખેતીવાડી લોન

સમાચાર
વાર્ષિક સામાન્ય સભા – ૦૯/૦૯/૨૦૧૫, સ્થળ – મોંઘાભાઈ હોલ, વલસાડ New*
એટીએમ કાર્ડ ૦૯/૦૯/૨૦૧૫ તારીખે શરૂ થાય છે. New*
નેટ બેન્કિંગ Coming Soon*
મોબાઈલ બેન્કિંગ ઉપલબ્ધ*
કેલ્ક્યુલેટર્સ
ખેતીવાડી લોન

ખેતી ધિરાણ એટલે શું ?

ખેતીવાડી ધિરાણ ખેડૂતો ને ખેતિ અને તેેને સંલગ્ન હેતુઓ માટે આપવામાં આવે છે. ખેતિધિરાણ લઈ ખેડુતો તેઓની ે ખેતિ અને સંલગ્ન પ્રવૃતિઓ વધુ કાર્યક્ષમ અને નફાકારક કરી શકે છે.ખેતીવાડી નફાકારક બનાવવા માટે ખેડુતોને સસ્તા વ્યાજદરની લોનની જરૂરીઆત રહે છે. ભારત સરકાર ની વ્યાજ માં રાહત નેતેમજ વિવિધ સબસીડી ને લીધે ખેતીવાડી નફાકારક બનેલ છે.
ખેડુતોને નીચેનાં હેતુઓ માટે ધિરાણ ઉપલબ્ધ છે. :
૧. ખેડુતોને શરતોને આધિન ખેતિની જમીન ખરીદવા માટે ધિરાણ પૂરૂ પાડવામાં આવે છે. ર. ખેડુતોને પાક ઉગાડવા માટે થતા ખર્ચાઓ માટે પાક ધિરાણ કિસાન ક્રેડીટ કાર્ડ નાં રૂપે આપવામાં આવે છે. ૩.ખેડુતોને મધ્યમમુદત અને લાંબી મુદત માટે ખેત ઓજારો , ટે્રકટર , કાર પાવર ટીલર થ્રેસર વિ. ખેતમશીનરી ખરીદવા ધિરાણ મળી શકે છે. ૪.ખેડુતો ને પિયત વય્વ્સ્થા માટે જેવી કે ડ્રીપ ઈરીગેશન , પાઈપલાઈન , કુવો, બોર, પમ્પસેટ વિ. માટે ધિરાણ મળી શકે છે. પ.ખેડુતોને જમીન સુધારણા, લેન્ડ લેવલીંગ ,ફેન્સીંગ વિ. માટે ધિરાણ મળી શકે છે. ૬.ખેડુતો ને પોતાના ખેતર પર મકાન બનાવવા, ગોડાઉન બનાવવા ધિરાણ મળી શકે છે. ૭. ખેડુતો ને બાગાયતી પાક, ફુલોની ખોલ, ઐાષધીક પાકોની ખેતિ,ગ્રીન હાઉસ, વિ. માટે ધિરાણ ઉપલબ્ધ છે. ૮. ખેતી સંલગ્ન હેતુઓ જેવાકે ડેરી ,૮ગાય,ભેંસ ખરીદવા ૯, કેટલ શેડ, પોલ્ટ્રીફાર્મ, મધમાખી ઉછેર, મત્સ્ય પાલન, મશરૂમ વિ.માટે ધિરાણ ઉપલ્બ્ધ છે. ૯. ખેડુતોની જરૂરીઆતો નો વેપાર કરતા વેપારીઓને પણ કેશકે્રડીટ ળઓવરડાફટની સગવડ આપવામાં આવે છે. ૧૦.ખેત પેદાશનાં માર્કેટીંગ અને સંગ્રહ માટે ધિરાણ પૂરૂ પાડવામાં આવે છે.

ખેતીવાડી લોન ના પ્રકારો
 1. કૃષિ શોર્ટ ટર્મ લોન (૧ – ૪ વર્ષ)
 2. કૃષિ મીડિયમ ટર્મ લોન (૫ – ૯ વર્ષ)
 3. કૃષિ લાંબા ગાળાની લોન (૯ વર્ષ ઉપર)
 4. કૃષિ (ગોડાઉન) લોન
 5. કૃષિ સોફ્ટ લોન

ખેતીવાડી લોન ની સુવિધાઓ:

 1. સ્ટેટમેંટ
 2. સબસિડી (લાગુ તો)
 3. એસએમએસ સુવિધા

ઓનલાઇન એકાઉંટ ખોલવા માટે:

એકાઉંટ ખોલવા માટે કેવાયસી દસ્તાવેજ જાણવા ક્લિક કરો.